ખોટું એફિડેવિટ રજૂ કરવાના કેસમાં સલમાન ખાનને રાહત

Monday 15th February 2021 05:33 EST
 
 

કોર્ટમાં ખોટું એફિડેવિટ રજૂ કરવાના ૧૮ વર્ષ જૂના કેસમાં સલમાન ખાનને તાજેતરમાં જોધપુરની જિલ્લા કોર્ટમાંથી રાહત મળી છે. રાજ્ય સરકારની અરજીને કોર્ટે ૧૧ ફેબ્રુઆરીએ રદ કરી નાંખી હતી. કોર્ટમાં ચુકાદા દરમિયાન સલમાન વર્ચ્યુઅલી હાજર રહ્યો હતો. ચુકાદામાં સલમાનને રાહત મળ્યા બાદ સલમાને ચાહકોનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે જો સલમાન ખાન આ કેસમાં દોષિત જાહેર થાત તો તેની પર બંધારણની કલમ ૧૯૩ હેઠળ કેસ દાખલ થાત અને સાત વર્ષ સુધીની સજા થઈ શકે તેમ હતી.
પોતાનું ધ્યાન રાખોઃ સલમાન
ચુકાદા બાદ સલમાન ખાનના ચાહકોએ પોતાની ખુશી વ્યક્ત કરતાં #WeLoveYouSalmanKhan હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ – કમેન્ટ્સ અને ફોટોગ્રાફ્સ શેર કર્યાં હતાં. ત્યારબાદ સલમાને કહ્યું હતું કે, મારા તમામ ચાહકોનો આભાર. તમારા પ્રેમ, સપોર્ટ તથા ચિંતા માટે આભાર. તમારું અને પરિવારનું ધ્યાન રાખો. ગોડ બ્લેસ યુ. તમને બહુ બધો પ્રેમ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter