ગર્લ ગેંગ સાથે માલદીવ વેકેશન માણતી પરિણીતિ

Friday 01st December 2023 07:58 EST
 
 

પરિણીતિ ચોપરાની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. પરિણીતિએ લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ઘણી સુંદર તસવીરો શેર કરી હતી. ઉલ્લેખનીય છે કેથોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ તેની પ્રથમ કરવા ચોથની તસવીરો બધા સાથે શેર કરી હતી અને હવે તેણે તેની માલદીવ ટ્રીપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પરિણીતિ ચોપરા લગ્ન બાદ પણ સતત સમાચારોમાં રહે છે. થોડા સમય પહેલાં તે તેની ગર્લ ગેંગ સાથે માલદીવની રજાઓ પર ગઈ હતી. તે સમયે અભિનેત્રીએ જાહેર કર્યું ન હતું કે તેની ગર્લ ગેંગમાં કોણ કોણ સામેલ છે, પરંતુ હવે અભિનેત્રીએ જણાવ્યું છે કે તે તેના પતિને છોડીને કોની સાથે રજા પર ગઈ હતી. પરિણીતિ ચોપરાના ચાહકો તેના અને રાઘવ ચઢાના હનીમૂનની એક ઝલક જોવા માટે ઉત્સાહિત છે. પરંતુ થોડા દિવસો પહેલા અભિનેત્રી તેની ગર્લ ગેંગ સાથે માલદીવમાં મોજ કરવા આવી હતી. હવે અભિનેત્રીએ તસવીરો શેર કરીને ખુલાસો કર્યો છે કે તેની ગર્લ ગેંગમાં કોણ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter