ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ સમારોહ

Saturday 27th January 2024 09:14 EST
 
 

હિન્દી ફિલ્મઉદ્યોગમાં આગવી નામના ધરાવતા 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન ગુજરાતમાં થવાનું છે. આ એવોર્ડ સમારંભ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આયોજિત કરવામાં આવશે. આ સમારોહને આયુષ્માન ખુરાના અને કરણ જોહર હોસ્ટ કરશે.
આ એવોર્ડ સમારોહમાં જ્હાન્વી કપૂર પણ પરફોર્મ કરવાની છે. જ્હાન્વીએ પોતાના પરફોર્મન્સ બાબતે જણાવ્યું હતું કે, આ વખતે ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં થવાનો છે અને ગુજરાતને સિનેમા અને સંસ્કૃતિ સાથે સારો નાતો છે. મેં મારી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું શૂટિંગ ગુજરાતમાં કર્યું હોવાથી મેં ત્યાં ઘણો સમય પસાર કર્યો છે. સાચું કહું તો ગુજરાત મને ઘર જેવું લાગે છે. આનાથી વધુ સારી જગ્યા કોઇ હોઇ શકે નહીં.’ અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, ફિલ્મફેર એવોર્ડ બે દિવસ સુધી ચાલવાનો છે. 27 અને 28 જાન્યુારીએ આ એવોર્ડ સમારંભ થવાનો છે. જેમાં ટેકનિકલ અને મુખ્ય એવોર્ડસની ઘોષણા કરવામાં આવશે. 27મીએ કર્ટેન રેઇઝર જ્યારે 28મીએ એવોર્ડસ સેરેમની યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter