ગાયિકા નેહા કક્કર ગાયક રોહનપ્રીત સાથે લગ્નબંધનથી જોડાઈ

Monday 26th October 2020 12:06 EDT
 
 

ગાયિકા નેહા કક્કર પંજાબી રીતરિવાજ મુજબ ૨૪મી ઓક્ટોબરે ‘રાઈઝિંગ સ્ટાર’ ફેમ ગાયક રોહનપ્રીત સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. લગ્નની વિધિઓ દિલ્હીમાં થઈ હતી. રોકા, પીઠી, સંગીત સેરેમનીથી લઈને આનંદ કારજ અને લગ્નવિધિ સુધીની વિધિ સુધી નેહા - રોહનના લગ્નમાં ભારે ઝાકઝમાળ હતી.
નેહા - રોહનની રોકા સેરેમની ૨૦ ઓક્ટોબરે મુંબઈમાં થઈ હતી. રોકા સેરેમનીનો વીડિયો નેહાએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. બંનેએ રોકા સેરેમનીમાં એન્ટ્રી લેતી વખતે ભાંગડા કર્યા હતા. વીડિયો શેર કરીને નેહાએ આ સુંદર ઈવેન્ટ માટે પેરેન્ટ્સનો આભાર માન્યો હતો.
નેહા-રોહનના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઘણી વાઈરલ થઈ હતી. બંનેએ આનંદ કારજની વિધિથી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતા. લગ્નમાં નિકટના સંબંધીઓ તથા મિત્રો સામેલ થયા હતા. લગ્ન બાદ પંજાબમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન હોવાનું પણ કુટુંબીજનોએ જણાવ્યું હતું.
નેહાએ સાત સાલ નાના રોહન સાથે લગ્ન કરીને જોકે સૌને ચોંકાવી દીધા છે.
એક સમયે નેહા કક્કર સાથે જેને પ્રેમ હોવાનું કહેવાતું હતું તે આદિત્ય નારાયણે કહ્યું કે, હું ધારું છું ત્યાં સુધી થોડા મહિના પહેલાં જ નેહા એક વીડિયો શૂટ માટે રોહનને મળી હતી અને તેઓએ અચાનક આટલો મોટો નિર્ણય લીધો. એ ચોંકાવનારું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter