ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકર દ્વારા યોગદાન

Monday 06th April 2020 06:26 EDT
 
 

કોરોના વાઇરસની લડત માટે હિન્દી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા દાનનો ધોધ વહી રહ્યો છે ત્યારે આ લિસ્ટમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરનું નામ પણ સામેલ થઇ ગયું છે. મલ્હારે કુલ રૂ. ૧ લાખ ૭૦ હજારનું યોગદાન આ સંકટ સમયમાં આપીને લોકોને અન્યોને મદદ કરવા સોશિયલ મીડિયા પર પ્રેરણા આપી છે.

મલ્હારે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી કે, હું પીએમ રિલીફ ફંડ અને બીજા ડિવિઝનને સપોર્ટ આપવાની શપથ લઉં છું. લોકોને થતી મુશ્કેલીને જોઈને મને ઘણું દુઃખ થાય છે. હું આશા રાખું છું કે મારું યોગદાન આપણા નાગરિકોને કોઈને કોઈ રીતે મદદરૂપ થાય. મલ્હારે રૂ. ૧ લાખ પીએમ રિલીફ ફંડમાં, રૂ. ૨૦ હજાર મુંબઈ થિયેટર ઇન્ડસ્ટ્રીના ડેઇલી વેજર્સને, રૂ. ૨૦ હજાર ગુજરાત ઇન્ડસ્ટ્રીના અમદાવાદ ડેઈલી વેજર્સને, રૂ. ૨૫ હજારની સ્પોટ બોય્ઝને કિટ અને રૂ. ૫૦૦૦ રખડતા શ્વાનની સંભાળ માટે આપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter