ગુજરાતી ફિલ્મ ‘પાંચીકા’નું ન્યૂ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ

Friday 31st July 2020 08:35 EDT
 
 

ગુજરાતી ફિલ્મ ‘પાંચીકા’ની ન્યૂ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ માટે પસંદગી થઇ છે. આ ફિલ્મ નમકનાં અગરિયાના વિસ્તારમાં ભાથું લઇને જતી ૭ વર્ષની છોકરી મિરી અને તેની મૈત્રી વિશેની છે. તેમાં અગરિયાના જીવન ઉપરાંત જાતિવાદ જેવા સામાજિક મુદ્દાઓને પણ સમાવવામાં આવ્યા છે. કઇ રીતે બે નાનાં બાળકોની દોસ્તી દરેક ભેદભાવને પાંચિકા સાથે ઉપર ઉછાળી દે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.
આ ૧૪ મિનિટની ફિલ્મનું શૂટિંગ ૨૨ દિવસ સુધી ખારાઘોડામાં મીઠાના ૫૦૦ ડુંગરાઓ વચ્ચે ૪૪ ડિગ્રી તાપમાનમાં કરવામાં આવ્યું હતું. મિરીના પાત્ર માટે ૩૦૦ છોકરીઓના ઓડિશન્સ લેવાયા હતા. અંકિત કોઠારીના ડિરેક્ટેડ આ ફિલ્મમાં કુલદીપ મામનિયાની સિનેમેટોગ્રાફી અને પ્રીતમ દાસની સાઉન્ડ ડિઝાઇન છે. ન્યૂ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થનારી આ એક માત્ર ગુજરાતી ફિલ્મ છે. આ ફેસ્ટિવલ ૨૪ જુલાઇથી ૨ ઓગસ્ટ દરમિયાન યોજાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter