અમેરિકા જઇ વસેલી બોલિવૂડની દેસી ગર્લ પ્રિયકા ચોપડા એક યા બીજા કારણસર હંમેશા ચર્ચામાં રહે છે. પ્રિયંકા તાજેતરમાં ગોલ્ડ ગાલા 2026ની ઇવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તેને સિનેમા અને ગ્લોબલ એન્ટરટેનમેન્ટ ક્ષેત્રે 25 વર્ષના પ્રદાન બદલ ગ્લોબલ લેંગ્યાર્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ઇવેન્ટમાં તેના લુકને કારણે અભિનેત્રી છવાઇ ગઇ હતી. સોશિયલ મીડિયા પર પ્રિયંકાના ડ્રેસના મુદ્દે ચર્ચા થઇ રહી છે. ઇવેન્ટમાં અનેક ટોચના કલાકારો આવેલા હતા. ઇવેન્ટમાં પ્રિયંકા 20 વર્ષ જૂની ચિકનકારી શ્વત સાડીમાંથી તૈયાર થયેલું ગાઉન ધારણ કરીને પહોંચી હતી.


