એક બોલિવૂડની જોડી નંબર-વન તરીકે આગવી નામના ધરાવતા ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં બધું ઠીકઠાક ન હોવાના સમાચારો સતત આવતાં રહ્યા છે. સુનિતાએ પતિ ગોવિંદા પર લગ્ન બાહ્ય સંબંધનો આરોપ મુકેલો છે. બીજી તરફ, ગોવિંદા પણ પર્સનલ લાઈફ સાથે સંકળાયેલાં કોઈ પણ સવાલનો જવાબ આપવાથી દૂર જ રહે છે.
જોકે હવે આ દંપતીની પુત્રી ટીનાએ આ મુદ્દે ટીવી પર પોતાનું રિએક્શન આપી દીધું છે. વાસ્તવમાં ગયા મંગળવારે સુનિતા આહુજાના લેટેસ્ટ બ્લોગને તેની પુત્રી ટીના આહુજાએ હાઈજેક કરી લીધો હતો અને પોતાની માતાને વૂમન્સ ડે પર સરપ્રાઈઝ આપી હતી. બ્લોગ પર વાત કરતાં ટીનાએ માતા-પિતાના છૂટાછેડાની અફવા પર પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષ સારા રહ્યા નથી. ઘણી અશાંતિ રહી છે. તેણે સુનિતા માટે કહ્યું કે માતા હવે બીજા શહેરમાં રહે છે અને શાકભાજી અને ઘરની જરૂરી ચીજવસ્તુઓની ખરીદી સીખી રહી છે. તેણે તાજેતરમાં કોબી અને બટાટા જેવા શાકની ખરીદી કરવાનું સીખી લીધું છે. તે પછી ટીના ઘણી બધી ગિફ્ટ લઈને માતા પાસે પહોંચી હતી. સુનિતાએ તેને જણાવ્યું હતું કે બધું જ અમુક મર્યાદામાં થવું જોઈએ. હું મારી તમામ જવાબદારી નિભાવી ચૂકી છું, પણ હવે મેં મારા માટે જીવવાનું શરૂં કર્યું છે. તું અને યશ (ટીનાનો ભાઇ) મોટા થઈ ગયાં છો. બધા માલદાર પાર્ટી બનવાના છીએ.


