ગૌરી ખાન સાથે કેટરિનાનો સ્પેશિયલ પ્રોજેક્ટ

Sunday 14th August 2022 06:33 EDT
 
 

બોલિવૂડના તમામ એ-સ્ટાર્સ સાથે કેટરિના કૈફના ફેમિલી રિલેશન્સ છે. પર્સનલ અને પ્રોફેશનલ લેવલે સ્ટાર્સ સાથે સારા સંબંધોના કારણે કેટરિનાના તમામ પ્રોજેક્ટસ મોટા સ્ટાર્સ સાથેના હોય છે. કેટરિનાએ ગૌરી ખાન સાથે એક સ્પેશિયલ પ્રોજેક્ટની વાત કરી છે. આ પ્રોજેક્ટ કોઇ ફિલ્મ સંબંધિત છે કે પછી અન્ય કોઇ વેન્ચર છે તે અંગે કેટરિના ચૂપ છે. ફ્લોરલ ડ્રેસમાં ફોટો શૂટ કરાવીને કેટરિનાએ ગૌરી ખાન સાથે એસોસિએશન મામલે સસ્પેન્સ ઊભું કર્યું છે. કેટરિનાએ સોશિયલ મીડિયા પર ફ્લોરલ પેટર્ન ધરાવતા મલ્ટિકલર ડ્રેસમાં ફોટોશૂટ શેર કર્યું છે. આ સાથે કેટરિનાએ લખ્યું છે કે ડ્રીમી ફ્લોરલ્સ... ગૌરી ખાન સાથે કંઇક સ્પેશિયલ આવીરહ્યું છે.
કેટરિનાની આ પોસ્ટ બાદ અનેક અટકળો વહેતી થઇ છે. કેટરિનાની ફિલ્મ ‘ફોન ભૂત’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. સલમાન અને ઇમરાન હાશમી સાથેની ‘ટાઇગર-૩’ની પણ રાહ જોવાઇ રહી છે. આ ઉપરાંત ફરહાન અખ્તરના ડ્રીમ પ્રોજેક્ટ ‘જી લે ઝરા’ના મામલે પણ અપડેટ આવ્યું છે. આ ફિલ્મમાં કેટરિના - પ્રિયંકા - આલિયાના લીડ રોલ કન્મફર્મ છે. હવે ત્રણેયની ડેટ્સ ફાઇનલ થઇ છે. સાથે સાથે જ ફિલ્મમાં નવી એન્ટ્રી પણ થઇ છે. ‘જી લે ઝરા’માં ઇશાન ખટ્ટરનો લીડ રોલ નક્કી થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter