ગૌરી ખાને અનન્યાને ગિફ્ટ આપ્યું આર્ટવર્ક

Thursday 20th January 2022 05:51 EST
 
 

અનન્યા પાંડેનું ગૌરી ખાન સાથે બોન્ડિંગ જાણીતું છે. તાજેતરમાં તેણે ગૌરી ખાને ગિફ્ટમાં આપેલા આર્ટ પીસનો ફોટોગ્રાફ શેર કર્યો છે. અનન્યાના ઘરની દિવાલ પર આર્ટ વર્ક જોઇ શકાય છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અનન્યાએ આર્ટવર્કની બાજુમાં ફોટોગ્રાફ પડાવ્યો છે. જેમાં વૂમન ફેસ દેખાય છે. આર્ટવર્કમાં દેખાતી આકૃતિ જેવો જ પોઝ તેણે આપ્યો છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે, આ ગિફ્ટ બદલ ગૌરી આન્ટીને થેન્ક્સ. ચંકી પાંડેની ડોટર અનન્યા અને ગૌરી-શાહરુખની દીકરી સુહાના ખાન તથા દીકરા આર્યન ખાનની ક્લોઝ ફ્રેન્ડ છે. અનન્યા અને સુહાના અવારનવાર એકબીજા સાથેના ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. બાળપણથી યુવાની સુધી અકબંધ રહેલી આ ફ્રેન્ડશિપ સમયની સાથે મજબૂત થઇ રહી છે. અનન્યા પોતાના ફ્રેન્ડ સર્કલમાં સુહાનાને મેકઅપ ગુરુ ગણાવે છે. અનન્યા ૨૦૨૦માં રિલિઝ થયેલી ફિલ્મ ખાલી-પીલીમાં ઇશાન ખટ્ટર સાથે જોવા મળી હતી.
અનન્યા અને ઇશાન તાજેતરમાં જ માલદીવ્સ વેકેશનમાંથી પરત ફર્યા છે. તેમની વચ્ચે રિલેશનશિપ હોવાનું લાંબા સમયથી કહેવાઇ રહ્યું છે. અનન્યાની આગામી ફિલ્મ લિગર છે. જેમાં કે. વિજય દેવરકોન્ડા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલિઝ થવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter