ગૌહર ખાનની ઈસ્માઈલ દરબારના પુત્ર ઝૈદ સાથે સગાઈ

Monday 09th November 2020 07:01 EST
 
 

સંગીતકાર ઈસ્માઈલ દરબારના ડાન્સર પુત્ર ઝૈદ અને અભિનેત્રી ગૌહર ખાન ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી હતી. આ તમામ ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. ગૌહર ખાને તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં ઝૈદ અને ગૌહર એકબીજા સાથે દેખાય છે. તેમની આસપાસ બલૂન ગોઠવવામાં આવ્યા છે. આ તસવીર શેર કરવા સાથે એવી કોમેન્ટ પણ લખવામાં આવી હતી કે, તેણે (ગૌહર ખાને) હા પાડી દીધી. ગૌહર ખાન દ્વારા આ પોસ્ટ સાથે વીંટીની એક ઈમોજી પણ મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે, ઝૈદ અને ગૌહર એકબીજા સાથે રિલેશનમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. સૂત્રોના મતે બંનેએ સગાઈ કરી લીધી છે અને ડિસેમ્બરમાં લગ્ન પણ કરી શકે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter