ગૌહરને કોરોના નડી ગયો! બે મહિનાનો પ્રતિબંધ

Thursday 25th March 2021 06:10 EDT
 
 

કોરોનાની ગાઈડલાઈન્સનો છડેચોક ઉલ્લંઘન કરનારી ગૌહર ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ હોવા છતાં હોમ ક્વોરેન્ટાઇનના નિયમનો ભંગ કરીને એડવર્ટ સહિતનું શૂટિંગ ચાલુ રાખવા બદલ મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અને હવે હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે ગૌહરની આ બેદરકારી સામે નારાજગી દર્શાવતા પગલાં લીધા છે. ફેડરેશને તેના પર બે મહિનાનો પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ફેડરેશન સંકળાયેલા તમામ લોકોને બે મહિના સુધી ગૌહરની સાથે કોઈ પણ કામકાજ કરવાથી દૂર રહેવા માટે જણાવાયું છે. ફેડરેશનના પ્રેસિડેન્ટ બી. એન. તિવારીએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ હોવા છતાં ગૌહરે જે રીતે ક્વોરેન્ટાઇનના નિયમનો ભંગ કર્યો છે, એ અત્યંત લાપરવાહીભર્યો અભિગમ છે. તિવારીનું કહેવું છે કે ગૌહર કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરીને ભૂલી ગઈ કે, તે કેટલા લોકોની જિંદગીને જોખમમાં મૂકી રહી છે. હોમ ક્વોરેન્ટાઇન રહેવા માટે મુંબઇ કોર્પોરેશને તેના હાથ પર સ્ટેમ્પ પણ માર્યો હતો. આમ છતાં તે ઘરમાંથી બહાર નીકળીને આમતેમ ફરી રહી હતી અને શૂટિંગ કરી રહી હતી. તેના આ બિહેવિયરને બિલકુલ યોગ્ય ના ગણાવી શકાય. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter