થોડા સમય પહેલાં આંખની સર્જરી કરાવનાર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પ્રશંસકોને સતત અપડેટથી વાકેફ કરતા રહે છે. ધર્મેન્દ્રએ હવે એક તસવીર શેર કરી છે. તસવીરમાં તેઓ જયા પ્રદા સાથે નજરે પડે છે. જયા સાથેની પોતાની તસવીર શેર કરીને ધરમપાજીએ લખ્યું કે જયાને મળીને ખૂબ ખુશ છું. તસવીરમાં જોઇ શકાય છે કે જયા અને ધર્મેન્દ્રએ એકબીજાના હાથ પકડેલા છે. બન્નેના ચહેરા પર સ્માઇલ છે. તસવીર શેર કરીને ધર્મેન્દ્રે લખ્યું કે, ‘મારી પ્યારી કો-સ્ટાર પોતાના પરિવાર સાથે મારી તબિયત પૂછવા આવી. હું સૌને મળીને ખુશ છું.’
પ્રશંસકો આ પોસ્ટ પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેતા અને અભિનેત્રીને સાથે જોઈને પ્રશંસકો ખુશ છે. એક પ્રશંસકે લખ્યું કે, ‘તમને સદાબહાર સ્માઈલ કરતાં જોઈને દિવસ સુધરી ગયો, હંમેશા સ્વસ્થ રહો.’ એક પ્રશંસકે લખ્યું કે ‘તમારે બન્નેએ સાથે વધુ ફિલ્મો કરવી જોઇએ.’ ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર અને જયા પ્રદા સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.