જાનકી બોડીવાલાએ ‘વંશ 2’ માટે માથું મુંડાવ્યું

Sunday 13th July 2025 08:32 EDT
 
 

કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વંશ લેવલ 2’ 27 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ ‘વંશ’ની સિક્વલ છે. આટલું જ નહીં, આ ફિલ્મ પરથી હિન્દી ફિલ્મ ‘શૈતાન’ પણ બની હતી. અજય દેવગન, આર. માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે જાનકી IIFAમાં બેસ્ટ સપોર્ટિંગ રોલનો એવોર્ડ શાહરુખ ખાનના હાથે આપવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ‘વંશ લેવલ 2’ ફિલ્મની અનાઉન્સમેન્ટ કરતું ટીઝર રિલીઝ કરાયું છે. 36 સેકન્ડના આ ટીઝરમાં જાનકી બોડીવાલા ધીમે ધીમે પોતાનો ચહેરો બતાવે છે. જાનકીના માથે એક પણ વાળ નથી અને તે બાલ્ડ લુકમાં જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં હિતુ કનોડિયાના રોલનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં હિતુ કનોડિયાના ચહેરા પર ડર જોવા મળ્યો હતો. આ ફિલ્મની વાર્તા સારા અને ખરાબ વચ્ચેની લડાઈ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે જાનકી બોડીવાલા હવે બોલિવૂડ ફિલ્મ ‘મર્દાની 3’માં રાની મુખર્જી સાથે જોવા મળશે. ફિલ્મ ‘મર્દાની 3’નું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 2026માં હોળી પર રિલીઝ થશે. જાનકી બોડીવાલા પણ રાની મુખર્જી સાથે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter