જેકી શ્રોફ - અનુપમ ખેરઃ ત્રણ દસકા જૂની યાદમાં ડૂબકી

Saturday 05th September 2026 07:21 EDT
 
 

અભિનેતા અનુપમ ખેરે રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ સાથે કારમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. જેકી શ્રોફ પોતે ગાડી ચલાવી તેમના જૂના મિત્ર અનુપમ ખેરને તેમની એક્ટિંગ એકેડમી ‘એક્ટર પ્રિપેર્સ' સુધી મૂકવા ગયા હતા. આ ટૂંકી સફર દરમિયાન બંને કલાકારોએ પોતાની 30 વર્ષ જૂની યાદો તાજી કરી હતી.
અનુપમ ખેરે યાદ કર્યું કે જેકી શ્રોફે તેમને છેલ્લે આશરે 30 વર્ષ પહેલાં 'રામ લખન' ફિલ્મના સમયે લિફ્ટ આપી હતી. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર જેકી શ્રોફના અનોખા 'સ્વેગ', સ્ટાઈલ, પ્રેમ અને “ભિડૂપન'ના દિલથી વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે જેકી શ્રોફનો સ્વભાવ અને તેમનો પરિવાર પ્રત્યેનો સ્નેહ આજે પણ બિલકુલ બદલાયો નથી. આ બંને કલાકારોનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.ો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter