ચાર દાયકા અગાઉ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનારા સ્ટાર્સના એન્યુઅલ રીયુનિયનની અનોખી પાર્ટી યોજાઈ હતી. મુંબઈ ખાતે જેકી શ્રોફના ઘરે રખાયેલી પાર્ટીમાં એંશીના દાયકાની અનેક સેલિબ્રિટીસ હાજર રહી હતી. પૂનમ ધિલ્લોન અને જેકી શ્રોફે પાર્ટી હોસ્ટ કરી હતી. પાર્ટીમાં સાઉથના સ્ટાર્સ ચિરંજીવી, વેન્કટેશ, ખુશ્બૂ, શોભના, રેવતી ઉપરાંત મીનાક્ષી શેષાદ્રી, ટીના અંબાણી અને મધુ પણ હાજર રહ્યા હતા. અનુપમ ખેર, વિદ્યા બાલન, રાજ બબ્બર, અનિલ કપૂરે મહેમાનોની સરભરા કરી હતી. તેમની સાથે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રમ્યા ક્રિશ્નન્, રાજકુમાર, સરતકુમાર, ભાગ્યરાજ, નરેશ, ભાનુચંદર, સુહાસિની મણિરત્ન, લિસ્સી, પૂર્ણિમા ભાગ્યરાજ, રાધા, અંબિકા, સરિતા, સુમાલતા અને નાદિયા પણ હાજર રહ્યા હતા. બાદમાં આ તમામે ગ્રૂપ ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. એંશીના દસકાના સ્ટાર્સ કેટલાક વર્ષોથી નિયમિત રીયુનિયન રાખે છે. છેલ્લે 2019માં હૈદરાબાદ ખાતે ચિરંજીવીના ઘરે બધા ભેગા થયા હતા. કોવિડના કારણે આ કાર્યક્રમ પાછલા બે વર્ષથી યોજાયો ન હતો. તાજેતરમાં જેકી શ્રોફના ઘરે 11મું એન્યુઅલ રીયુનિયન યોજાયુ હતું.