જેમ્સ કેમરુન રાજામૌલી પર થયા આફરીન

Wednesday 01st February 2023 06:55 EST
 
 

અમેરિકામાં ‘RRR’ને મળી રહેલા શાનદાર રિસ્પોન્સથી રાજામૌલી અને ફિલ્મની ટીમ ખૂબ જ ખુશ છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવીને વિશ્વ તખતે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ડંકો વગાડનાર રાજામૌલી હવે 13 માર્ચે યોજાનારા 95મા ઓસ્કાર એવોર્ડ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોસ એન્જલ્સમાં યોજાયેલા ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સમાં પણ ‘RRR’ એ બેસ્ટ ફોરેન ફિલ્મ અને બેસ્ટ ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં એવોર્ડ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. ઈવેન્ટ દરમિયાન રાજામૌલીએ પ્રખ્યાત હોલિવૂડ ડિરેક્ટર જેમ્સ કેમરુન સાથે વાતચીત કરી હતી. જેની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેમરુન રાજામૌલીને કહી રહ્યા છે કે, તમારી ફિલ્મમાં કેરેકટર્સનું સેટઅપ ગજબનું છે. અગ્નિ, પાણીનો તમે જે રીતે વાર્તામાં સમાવેશ કર્યો છે તે ખરેખર અદ્દભુત છે. સ્ટોરીમાં તમે આપેલા ટ્વીસ્ટ અને ટર્ન ફિલ્મને એક નવી દિશામાં લઈ જાય છે. બંને પાત્રો વચ્ચેની ફ્રેન્ડશીપ એક એવી ઊંચાઈ પર પહોંચે છે કે, બંને પાત્રો એકબીજાને મારી પણ ન શકે અને સાથે મળીને એક નોબલ કાર્યને પૂરું કરે છે. આ પાવરફુલ કામ છે. તમે દરેક વાતને બારીકાઈથી દર્શાવીને એક ફિલ્મનું નિર્માણ કર્યું છે અને હું તેના પ્રેમમાં પડ્યો છું. જો તમે હોલિવૂડ ફિલ્મ બનાવવા માટે તૈયાર હો તો હું તમને પૂરેપૂરો સપોર્ટ કરવા તૈયાર છું.
ઉલ્લેખનીય છે કે રાજામૌલીએ અમેરિકાના એક એન્ટરટેઇનમેન્ટ મેગેઝિનને જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે હોલીવૂડમાં ફિલ્મ બનાવાનું શમણું દુનિયાભરના ડાયરેકટરોને હોય છે. હું પણ તેમનાથી અલગ નથી. હું પણ આ અનુભવ લેવા તૈયાર છું. જોકે હજી મારે આગળ શું કરવું એ અંગે હું સ્પષ્ટ નથી.’
આ સાથે જ એમ. એમ. કિરવાનીના મ્યુઝિક કમ્પોઝિશનને વખાણતા જેમ્સ કેમરુને કહ્યું હતું કે, સોન્ગ ખરેખર સારું છે. મ્યુઝિક એનર્જીથી ભરેલું છે અને સોન્ગને પણ તમે ફિલ્મમાં એક સારી સિચ્યુએશનમાં ગોઠવ્યું છે. ઓડિયન્સ જયારે વિચારે છે કે, હવે ફિલ્મમાં શું થશે ત્યારે તમે સોન્ગની સાથે ફિલ્મને આગળ વધારવાનું કામ કર્યું છે. તમે મ્યુઝિકનો ઘણી સારી રીતે ફિલ્મમાં ઉપયોગ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter