જ્હાન્વી જોવા મળી મિસ્ટ્રી બોય સાથે

Saturday 26th June 2021 08:22 EDT
 
 

જ્હાન્વી કપૂર અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાન્ટ પરથી પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો શેર કરીને ટોકિંગ પોઇન્ટ બનતી રહે છે. તાજેતરમાં જ્હાન્વીએ બીચ પરથી બિકિનીમાં ચાર તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે બોયફ્રેન્ડનો હાથ પકડીને સનસેટ ટાઇમ પર રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. જહાન્વીની બિકીની તસવીરોની સાથે તેની સાથે તસવીરોમાં દેખાતો મિસ્ટ્રી બોય કોણ છે તે સવાલે સોશિયલ મીડિયા પર ચર્ચાનો ચોતરો ગજાવ્યો છે. જ્હાન્વી કપૂરના ફેન્સે કોમેન્ટ્સ કરીને પૂછ્યું પણ હતું કે કોણ છે આ મિસ્ટ્રી બોય?! જ્હાન્વીએ શેર કરેલી તસવીરમાં તે વ્હાઇટ કલરની બિકીનીમાં જોવા મળે છે. ઘણા લોકો એવું અનુમાન લગાવી રહ્યાં છે કે તસવીરમાં દેખાતો છોકરો ઓરહાન અવાત્રામણી છે. જ્હાન્વી હાલ તેની સાથે ડેટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્હાન્વી અગાઉ લોસ એન્જલસમાં વેકેશન દરમિયાન પણ મિસ્ટ્રી બોય સાથે જોવા મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter