જ્હોન અબ્રાહમ ‘પેટા’ પર્સન ઓફ ધ યર

Wednesday 09th December 2020 07:48 EST
 
 

પ્રાણીઓના અધિકાર અને પશુપ્રેમ તેમજ પ્રાણીઓ પર અત્યાચાર અટકાવવા માટે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા પીપલ્સ ફોર ધ એથ્લિક ટ્રીટમેન્ટ ઓફ એનિમલ (PeTA)એ જ્હોન અબ્રાહમને વર્ષ ૨૦૨૦ના પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. તેને આ સન્માન પ્રાણીઓ પ્રત્યેના પોતાના પ્રેમ અને તેમના અધિકારોને વાચા આપવા બદલ એનાયત થયું છે. ‘પેટા’એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો દુનિયામાં કોઈ પક્ષી દુઃખમાં છે, ક્યાંક ક્રૂરતા સાથે તેને વેચવામાં આવી રહ્યા છે અથવા તો કોઈ પશુ ખતરામાં છે તો અમે જ્હોન પર ભરોસો કરી શકીએ છીએ કે તે તેમને બચાવવા જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter