ઝુબિન નૌટિયાલે બાળપણની મિત્ર સાથે ગુપચુપ લગ્ન કર્યા

Thursday 23rd April 2026 08:43 EDT
 
 

જાણીતા બોલિવૂડ સિંગર ઝુબિન નૌટિયાલે ગુપચુપ લગ્ન કરી લઇને પ્રશંસકોને સરપ્રાઈઝ આપ્યું છે. તેણે ઉત્તરાખંડના નિવાસે પોતાની બાળપણની મિત્ર સાથે લગ્ન કરી લીધા છે. કહેવાય છે કે અંગત પરિવારજનોની હાજરીમાં નવદંપતી લગ્નબંધને બંધાયું હતું. ઝુબિને ઉત્તરાખંડની સુંદર પહાડિયો વચ્ચે વસેલા તેના ગામના ઘરે પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો સામેલ હતા. નવવધૂ તેમની બાળપણની મિત્ર છે. ઝુબિન પોતાનું વ્યક્તિગત જીવન ખાનગી જ રાખે છે. આથી જ તેમણે શાંતિપુર્ણ સાદગીભર્યા સમારંભમાં લગ્ન કરી લીધા. ઝુબિને પત્નીનું નામ પણ જાહેર કર્યું નથી. પ્રશંસકોને આશા છે કે ઝુબિન તેમના લગ્નની તસવીરો ઇનસ્ટાગ્રામ પર શેર કરશે. ઝુબિને આ વર્ષે વેલેન્ટાઇન ડેના રોજ ઈનસ્ટાગ્રામ સ્ટોરી પર પત્નીની નાનકડી ઝલક શેર કરી હતી. બસ ત્યારથી જ લગ્નની અટકળો તેજ થઈ ગઈ હતી. ઝુબિન ‘રાતા લમ્બિયા...’ જેવા સુપરહીટ ગીતો આપી ચૂક્યો છે. ‘કાબિલ હૂ’, ‘લુટ ગએ’, ‘તું હી આના’ જેવા ગીતોએ તેમ નામના વધારી છે. પ્રશંસકોનું માનવું છે કે ઝુબિનનો બાળપણનો પ્રેમ હવે તેમને મળી ગયો છે. આવનારા રોમેન્ટિક ગીતો જબરજસ્ત હશે. ઝુબિન નૌટિયાલનો જન્મ અને ઉછેર ઉત્તરાખંડના દહેરાદૂનમાં થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter