ટાઇગર શ્રોફે લોકડાઉનમાં ગાયકી કૌશલને સુધાર્યું

Sunday 26th July 2020 08:32 EDT
 
 

સલમાન ખાન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવા ઘણા બોલિવૂડના કલાકારો ફિલ્મમાં અભિનયની સાથે સાથે ગાયન પર પણ હાથ અજમાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. હવે આ યાદીમાં ટાઇગર શ્રોફનું નામ પણ જોડાવાનું છે. ટાઇગરે પોતાની અદાકારી, ડાન્સિંગ અને જબરદસ્ત એકશન દ્વારા પોતાને સક્ષમ સાબિત કરી દીધો છે હવે ચાહકોને તેનો નવો હુન્નર જલદી જોવા મળશે. ટાઇગર શ્રોફ લોકડાઉન દરમિયાન ઘરમાં જ હોવાથી તેણે પોતાની ગાયકીને વધુ સુધારવા માટે પ્રયાસો કર્યાં છે. બોલિવૂડમાં ચર્ચા છે કે, ટાઇગર પોતાની ગાયકીના કૌશલને વધુ ધારદર બનાવવા પ્રયત્ન કરે છે. ટાઈગર કહે છે કે, લોકડાઉન દરમિયાન મને ગાયન શીખવામાં બહુ મજા આવી હતી. હવે હું ગાયનના એક નવા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter