ટાઈગર અને એલી એવરામ લંડનમાં

Saturday 25th December 2021 11:39 EST
 
 

એક્શન સિક્વન્સ અને સ્ટંટ માટે પોપ્યુલર બનેલા ટાઈગર શ્રોફની મૂવી ‘ગણપત’નું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેની કાસ્ટમાં એલી એવરામનો ઉમેરો થયો છે. એલી એવરામ માર્શલ આર્ટ્સમાં એક્સપર્ટ હોવાના કારણે કાસ્ટમાં તેનો સમાવેશ થયો છે. આમ ફિલ્મમાં ટાઈગરની સાથે એલિ પણ એક્શન સીન્સ કરે તેવી શક્યતા છે. એલીએ તાજેતરમાં જ અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા અને રશ્મિકા મંદાના સાથેની ફિલ્મ ‘ગુડબાય’નું શૂટિંગ પૂરું કર્યું છે. ત્યારબાદ લંડનમાં ‘ગણપત’નું શૂટિંગ ચાલી રહ્યું હોવાનું કન્ફર્મ કરતા એલીએ ફિલ્મની સ્ક્રીપ્ટ અને પોતાની ભૂમિકાના ખૂબ વખાણ કર્યા હતા. ‘ગણપત’ને વિકાસ બહેલ ડિરેક્ટ કરી રહ્યા છે, જે અગાઉ ‘ક્વિન’ને ડિરેક્ટર કરી ચૂક્યા છે. ફિલ્મમાં ક્રિતિ સેનન અને રાશિન રહેમાન પણ છે. ફિલ્મના પ્રોડ્યુસર જેકી ભગનાની, વાસુ ભગનાની અને દીપશિખા દેશમુખ છે. એલીને અગાઉ સ્ટોકહોમ સિટી ફિલ્મ ફેસ્ટિવલમાં સ્વિડિશ શોર્ટ ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મળી ચૂક્યો છે. આ શોર્ટ ફિલ્મના કેન્દ્રસ્થાને મેન્ટલ હેલ્થ અને ચાઈલ્ડહૂડ ટ્રોમા સામે અવેરનેસની વાત હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter