ટાઈગર અને મોડેલ આકાંક્ષા રિલેશનશિપમાં

Saturday 27th August 2022 08:49 EDT
 
 

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની વચ્ચે બ્રેકઅપના સમાચારો હવે જૂના થઇ ગયા છે, હવે ટાઈગર શ્રોફ અને મોડેલ આકાંક્ષા શર્મા રિલેશનશિપમાં હોવાના અહેવાલ છે. તાજેતરમાં બન્નેએ એક વીડિયોમાં સાથે કામ કર્યુ હતું. આ દરમિયાન બન્ને વચ્ચે નિકટતા વધ્યાની ચર્ચા છે. બોલિવૂડમાં ટાઇગર અને આકાંક્ષાના ડેટિંગની વાતો જોરશોરથી ચર્ચાઈ રહી છે. તાજેતરમાં એક વાતચીતમાં ટાઇગરને જ્યારે આ અંગે સવાલ પૂછાયો ત્યારે તેણે કહ્યું હતું કે આ વાત સાચી નથી. અમે માત્ર મિત્ર છીએ. સાચું-ખોટું ટાઇગર અને આકાંક્ષા જાણે.
અગાઉ દિશા-ટાઇગરના મામલે તો કોમન મિત્રે દાવો કર્યો હતો કે રિલેશનશિપમાં આવ્યા બાદ બન્ને લગભગ સાથે જ રહેતા હતા. ટાઇગર છેલ્લા ઘણાં વર્ષોથી પેરેન્ટ્સ જેકી શ્રોફ તથા આયેશા શ્રોફથી અલગ રહે છે. આથી જ દિશા મોટા ભાગે ટાઇગરના ઘરે જ રહેતી હતી. ગયા વર્ષે દિશા પટનીએ લગ્નની વાત કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશાએ ટાઇગર સમક્ષ પણ પોતાના મનની વાત રજૂ કરી હતી અને લગ્ન અંગે કહ્યું હતું. જોકે, ટાઇગરે હાલમાં લગ્ન માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. દિશાએ ઘણી વાર લગ્ન અંગે વાત કરી હતી. જોકે, દર વખતે ટાઇગરનો એક જ જવાબ રહેતો, 'ના, અત્યારે નહીં.' દિશા લગ્ન માટે ઉતાવળી હતી, પરંતુ ટાઇગર લગ્નના બંધનમાં બંધાવા માગતો નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter