ટી-સિરીઝના ભૂષણ કુમાર સામે રેપ કેસ

Friday 23rd July 2021 07:19 EDT
 
 

ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર અને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમાર સામે બળાત્કારના આરોપ બદલ મુંબઇના અંધેરી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાએ અગાઉ ટી-સિરીઝની ફિલ્મ અને મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું હોવાનું કહેવાય છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાન અમુક પ્રોજેક્ટમાં કામ આપવાના સપનાં દેખાડીને ભૂષણ કુમારે તેની સાથે વારંવાર દુષ્કૃત્ય આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ થયો છે. જોકે ટી-સિરીઝની ટીમ દ્વારા આ તમામ આરોપ ખોટા હોવાનો દાવો કરાયો છે. પોલીસે ભૂષણ કુમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter