ટીકટોક સ્ટાર સિયા કક્કડે (ઉં ૧૬) ૨૫મી જૂને આત્મહત્યા કરી છે. સિયા સોશિયલ મીડિયા પર તેના વીડિયોથી ઘણી પ્રખ્યાત હતી. જોકે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી. સિયાના મેનેજર અર્જુન સરીન સાથે તેણે એક ગીતને લઈને વાત પણ કરી હતી. સિયાના આપઘાતના સમાચાર મળતાં અર્જુન પોતે હેરાન છે. અર્જુને જણાવ્યું હતું કે, તે ખૂબ જ સ્વસ્થ્ય હતી અને પરેશાન પણ નહોતી. સમજાતું નથી કે તેણે આ પગલું કેમ ભર્યું? સિયાએ થોડા સમય પહેલાં ઈન્સ્ટાગ્રામ પર એક પંજાબી ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો હતો તે તેની આખરી પોસ્ટ બની ગઈ છે. સિયાના મૃત્યુથી દરેક લોકોએ તેની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો ધોધ વહ્યો હતો.