ટીવી કલાકાર રાજન સહગલનું ૩૬ વર્ષની વયે નિધન

Thursday 16th July 2020 06:03 EDT
 
 

ફિલ્મ ‘સરબજીત’માં ઐશ્વર્યા રાય સાથે જોવા મળેલા કલાકાર રાજન સહગલનું તાજેતરમાં મૃત્યુ થયું છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે ૩૬ વરસની વયે કેમનું ચંદીગઢમાં નિધન થયું છે. ટચૂકડા પડદાના ‘ક્રાઇમ પેટ્રોલ’ સહિતના અનેક શોમાં તેણે કામ કર્યું હતું. રાજન થિયેટર એકટર પણ હતો. તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેણે ‘સબકી લાડલી બેબો’, ‘ભાગ્ય – રિશ્તા.કોમ’, ‘રિશ્તોં સે બડી પ્રથા’, ‘તુમ દેના સાથ મેરા’ સહિતના કેટલાક શોમાં કામ કર્યું હતું. 




to the free, weekly Gujarat Samachar email newsletter