ટોપ-થ્રી ધનાઢય અભિનેત્રીઃ પ્રિયંકા, કરિના, દીપિકા

Wednesday 19th January 2022 05:43 EST
 
 

પ્રિયંકા ચોપરા રૂ. ૭૦૦ કરોડથી પણ વધુ રકમની સંપત્તિ સાથે બોલિવૂડની સૌથી વધુ ધનવાન અભિનેત્રી છે. પ્રિયંકા ફિલ્મો ઉપરાંત ફેશન અને હેર પ્રોડકટ પ્રોડક્ટ તથા રેસ્ટોરન્ટના વ્યવસાયથી તગડી કમાણી કરી રહી છે. તે બોલિવૂડની એક ફિલ્મ માટે ૬થી ૧૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બોલિવૂડની ધનવાન અભિનેત્રીઓની યાદીમાં પ્રિયંકા પછી કરિના કપૂરનું નામ આવે છે. તે રૂપિયા ૪૧૨ કરોડની સંપત્તિની માલિક હોવાનું કહેવાય છે. તેમજ તે દરેક ફિલમ માટે રૂ. ૮થી ૧૨ કરોડ ફી લે છે. આ ઉપરાંત કરિના વિવિધ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે. દીપિકા પદુકોણ રૂ. ૨૨૫ કરોડની સંપત્તિ ધરાવતી હોવાનું કહેવાય છે. તે એક ફિલ્મ માટે ૧૨-૧૪ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સાથે સાથે જ તે વિવિધ વિજ્ઞાાપનો દ્વારા પણ તગડી કમાણી કરી લે છે.
કેટરિના કૈફની નેટવર્થ રૂ. ૨૨૦ કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મો ઉપરાંત તે બ્યુટી પ્રોડકટ બ્રાન્ડના પ્રમોશન દ્વારા પણ તગડી રકમ મેળવે છે. ઐશ્વર્યા રાય-બચ્ચનની સંપત્તિ રૂ. ૨૨૭ કરોડ છે. ઐશ્વર્યા એક ફિલ્મ માટે રૂ. ૫થી ૬ કરોડ વસૂલે છે અને તેની પાસે ઘણી બ્યૂટી બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ છે.
કાજોલની વાત કરીએ તો તે રૂ. ૧૮૦ કરોડની નેટવર્થ ધરાવે છે. તે હાલ જોકે ફિલ્મોમાં વધુ જોવા મળતી નથી, પરંતુ તે એક ફિલ્મ માટે રૂ. ચાર કરોડ મહેનતાણું લે છે. આ ઉપરાંત તે મુંબઇમાં પોતાના એપાર્ટમેન્ટને ભાડે આપીને તેમાંથી પણ કમાણી કરે છે.
અનુષ્કા શર્મા રૂપિયા ૨૨૦ કરોડની નેટવર્થની માલકણ છે. તે વિવિધ બ્રાન્ડ સાથે જોડાયેલી છે. તેમજ તેના માટે પણ કરોડોમાં ફી વસૂલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter