એકશન અને ડાન્સના ટેલન્ટ માટે જાણીતો ટાઇગર શ્રોફ હવે ફેન્સ માટે એક સરપ્રાઇઝ લઇને આવ્યો છે. તે ચાહકોને પોતાની એક નવી ટેલન્ટ દેખાડવાનો છે અને તે છે ગાયકીની. ટાઇગરે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છેઃ ‘હું હંમેશા મારા પોતાના માટે ગીત ગાવાનું અને નૃત્ય કરવાનું ઇચ્છતો હતો, પરંતુ આ ઇચ્છાને આગળ લઇ જવાની હિંમત કરી નહોતી. હવે લોકડાઉનમાં સમય જ સમય મળતાં મેં કંઇક નવું કરવાનો નિર્ણય કર્યો હતો અને મારા માટે તે અવિશ્વનીય અનુભવ રહ્યો છે. હું બહુ જલદી મારા આ વિનમ્ર પ્રયાસને તમારા લોકો સાથે શેર કરવા ઉત્સાહિત છું.’
પાંચ મહિનાના લાંબા લોકડાઉન બાદ ટાઇગર ફરી કામે વળગ્યો છે, જેની જાણકારી તેણે ઇન્સ્ટા પર એક પિકચર પોસ્ટ કરીને આપી છે.