ડેરિંગ રેસ્ક્યુ ઓપરેશનઃ બેલબોટમ

Friday 13th August 2021 12:11 EDT
 
 

લાંબા ઇંતઝાર બાદ અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબોટમ’નું ટ્રેલર આખરે મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અક્ષય રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) એજન્ટના રોલમાં છે. ૧૯૮૦ના દશકની કહાણી ધરાવતી આ જાસૂસી થ્રિલર ૧૯મી ઓગસ્ટે થિએટર્સમાં ટુ-ડી ઉપરાંત થ્રી-ડીમાં પણ રિલીઝ થશે. સાડા ત્રણ મિનિટના આ ટ્રેલરમાં અક્ષયના કેરેક્ટરને સ્ટાર અન્ડરકવર એજન્ટ તરીકે દર્શાવાયું છે કે જેનું કોડનેમ ‘બેલબોટમ’ છે. એક પ્લેન હાઇજેક થયા બાદ તેને આ કટોકટીનો અંત લાવવાની જવાબદારી સોંપવામાં આવે છે કે જે પાંચ વર્ષમાં અપહરણની સાતમી ઘટના હતી. અક્ષયનું કેરેક્ટર ૨૧૦ બંધકોને બચાવવા અને ચાર હાઇજેકર્સનો ખાત્મો બોલાવવા માટે એક ડેરિંગ સીક્રેટ ઓપરેશન માટે પ્લાનિંગ કરે છે. વાણી કપૂર તેની વાઇફના રોલમાં જ્યારે હુમા કુરેશી ટીમની એક મેમ્બર તરીકે ફિલ્મમાં જોવા મળશે. આ ટ્રેલરમાં અક્ષયનું કેરેક્ટર તેના બોસને કહે છે કે, ‘સર, શાયદ ઐસા હો કી સબ કો લગે કી મિશન ફેઇલ હો ગયા. બસ આપ ઇતના યાદ રખના, ઇટ્સ નોટ ઓવર ટિલ ઇટ્સ ઓવર.’ જેનાથી હિન્ટ મળે છે કે, ‘બેલબોટમ’માં અનેક ટ્વિસ્ટ્સ રહેશે અને એની જોતી વખતે ઓડિયન્સનો રસ જળવાઈ રહેશે. ‘બેલબોટમ’ને રંજિત તિવારી દ્વારા ડિરેક્ટ કરાઇ છે. આ ફિલ્મ ૧૯મી ઓગસ્ટે ૨ડી અને ૩ડીમાં રિલીઝ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter