અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી કેસની તપાસમાં બહાર આવેલા બોલિવૂડ-ડ્રગ્સ કનેક્શનમાં તપાસ કરી રહેલી એનસીબીએ કાર્યવાહી ચાલુ રાખતાં ટીવી અભિનેત્રી પ્રતીકા ચવ્હાણ સહિત વધુ પાંચ જણની ધરપકડ ૨૪ ઓક્ટોબરે કરાઈ છે. મહંમદ અલી રોડ અને અંધેરી વિસ્તારમાં બે સ્થેળથી આ ધરપકડ કરાઈ હતી. પ્રીતિકાને રવિવારે હોલિ-ડે કોર્ટમાં હાજર કરાતાં ૮ નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી હતી. પ્રીતિકા ફિલ્મ અને ટીવી સિરિયલોની અભિનેત્રી છે. તેણે ‘સંકટમોચન મહાબલી હનુમાન’ સિરિયલથી અભિનયની શરૂઆત કરી હતી. તે ‘માયાવી મલિંગ’ અને ‘સસુરાલ સિમર કા’ સહિતની સિરિયલોમાં જોવા મળી હતી. તે હાલમાં ‘વિઘ્નહર્તા ગણેશ’ સિરિયલમાં સહાયક ભૂમિકા કરી રહી છે. તેણે ૨૦૧૬માં હિન્દી
ફિલ્મ ‘ઝમેલા’થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.