ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલ પછી શાહરૂખ ખાન પણ સકંજામાં આવી શકે છે!

Monday 19th October 2020 09:51 EDT
 
 

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી સુશાંત તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અંગે ડ્રગ્સની તપાસ શરૂ થઈ હતી. એ પછી ડ્રગ્સ કેસમાં કરણ જોહર, દીપિકા પદુકોણ, સારા અલી ખાન સહિતના કલાકારોની પૂછપરછ થયા પછી તાજેતરમાં વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની પણ તપાસ શરૂ થઈ હતી. હવે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ અર્જુન રામપાલની પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની ડ્રગ્સ કેસ મામલે ધરપકડ કરી છે. અગિસિલાઓસ પાસે ચરસ અને બેન ટેબ્લેટ અલ્પ્રાજોલમ મળી આવી હતી. NCBએ તેની લોનાવાલાથી ધરપકડ કરી છે. આ કેસમાં હવે અર્જુન રામપાલ અને ગેબ્રિએલની પણ પૂછપરછ થઇ શકે છે. અગાઉ એક ડ્રગ પેડલરે NCB સમક્ષ જણાવ્યું હતું કે, અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરૂખ ખાનને ડ્રગ્ઝ સપ્લાય કરે છે. એ જોતાં રામપાલના સાળાની ધરપકડને લીધે ક્રમશઃ શાહરૂખ સુધી પણ તપાસનો રેલો પહોંચી શકે છે.
ડ્રગ પેડલર્સની ચેન
NCBએ એક એજન્સીની તપાસ કરીને ડ્રગ્સ સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે. મીડિયાના અહેવાલો અનુસાર ૩૦ વર્ષીય અગિસિલાઓસ અન્ય ડ્રગ પેડલર્સ સાથે જોડાયેલો છે. NCBએ જણાવ્યું છે કે અગિસિલાઓસ ડેમેટ્રીયડ્સ ભારતમાં ઘણો સમય પસાર કરતો હતો અને માર્કેટિંગ સાથે જોડાયેલો હતો.
દીપિકાની વાઇરલ ચેટ વાળો ‘A’ એટલે અર્જુન?
અગિસિલાઓસને NDPS એક્ટની ધારા ૨૭એ હેઠળ ૧૮મી ઓક્ટોબરે કોર્ટમાં હાજર કરાયો હતો. NCBને બે દિવસ માટે અગિસિલાઓસની કસ્ટડી મળી હતી. સ્વાભાવિક છે કે આ પહેલાં દીપિકા પદુકોણની વાઇરલ ચેટમાં અગિસિલાઓસના જીજુ એટલે કે અર્જુન રામપાલનું નામ સામે આવ્યું છે. દીપિકાની વાઈરલ ચેટમાં ‘A’ નામના માણસનો ઉલ્લેખ હતો તે અર્જુન હોવાનું કહેવાય છે. જોકે NCBએ હજુ આ બાબતે કંઈ જણાવ્યું નથી, પરંતુ ગેબ્રિએલના ભાઈનું કનેક્શન સામે આવ્યા બાદ અર્જુન ડ્રગ્સ બિઝનેસમાં હશે તેવો અંદાજ લગાવાયો છે.
રિશીના કંધારીએ ડ્રગ ટેસ્ટ કરાવ્યો
અગાઉ ટીવી અભિનેત્રી રિશીના કંધારીએ ડ્રગ ટેસ્ટ કરાવ્યો હોવાનું ૧૩મીએ બહાર આવ્યું હતું. આ નિર્ણય તેણે પોતાની મરજીથી લીધો હતો. થોડા દિવસો પહેલાં અભિનેત્રી રિશીના કંધારી ચાહકો સાથે લાઇવ ચેટ કરતી હતી. જેનો વિષય હાલ મનોરંજનની દુનિયામાં ડ્રગ્સના વપરાશ પર હતો. ત્યારે એક યુઝરે તેને કહ્યું કે, તમે કહો છો, પણ અમે કઇ રીતે જાણીએ કે તમે ડ્રગ્સ લો છો કે નહીં?
રિશીના આ વાતથી અપસેટ થઇ ગઇ હતી અને પોતે ડ્રગ્સ ટેસ્ટ કરાવાનો નિર્ણય લીધો હતો જેથી તેના પરિવારજનો અને ફેન્સને પરિણામથી રાહત થાય. રિશિનાએ જણાવ્યું કે, મારી માતા હંમેશા ચિંતાથી પૂછે છે કે તારું મિત્રવર્તુળ સારું છે ને? તેનો આ પ્રશ્ર અને ડર યોગ્ય પણ છે. તેથી મેં ફેસલો લીધો હતો કે હું પોતે જ ડ્રગ ટેસ્ટ કરાવીશ જેથી દરેકને ભરોસો થાય કે હું આ પ્રકારની બદીથી
દૂર છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter