ડ્રામાક્વીનનો હસબન્ડ ઓરિજિનલ છે કે ગતકડું?!

Saturday 11th December 2021 09:09 EST
 
 

‘બિગ બોસ-૧૫’ના સેટ પર ફરી એક વાર ડ્રામાક્વીન રાખી સાવંતની વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી થઈ ચૂકી છું. અગાઉની સિઝનમાં પણ રાખીએ દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું. જોકે આ વખતે રાખી બિગ બોસના ઘરમાં એકલી નથી આવી, પણ તેના પતિ રિતેશને પણ સાથે લઈને આવી છે. ચેનલ દ્વારા બંનેની એન્ટ્રી પહેલાં જાહેર કરવામાં આવેલા પ્રોમોમાં રાખીને - રિતેશના ઘરમાં પ્રવેશ પૂર્વે - મેરા પિયા ઘર આયા... ગીત પર ડાન્સ કરતી બતાવવામાં આવી હતી. એ પછી રિતેશે મોં પર સહેરો બાંધીને બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાખીએ તેની આરતી ઉતારી હતી, પગે લાગીને આશીર્વાદ લીધા હતા. જોકે રાખીની ટીવી પરની અત્યાર સુધીની જર્ની જોતાં રિતેશને તેનો અસલી પતિ છે કે પછી આ પણ એક પબ્લિસિટી સ્ટન્ટ છે તે લાખ રૂપિયાનો સવાલ છે. અગાઉ રાખીએ એક ટીવી ચેનલના શોમાં પોતાનો સ્વયંવર યોજ્યો હતો, પણ છેલ્લે રાખીએ શો દ્વારા પસંદ કરેલા યુવક સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ પછી તેણે ૨૦૧૯માં લગ્ન કર્યા હોવાનું તો કહેવાય છે, પરંતુ હજુ સુધી તેના પતિ રિતેશનો કોઈ ફોટો જોવા મળ્યો નહોતો. આથી દર્શકો મૂંઝાયા છે કે ડ્રામાક્વીનનું આ કોઈ નવું ગતકડું તો નથીને?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter