અભિનેતા સૂરજ થાપરનો કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેને મુંબઇના ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે અહીં તેમના સ્વાસ્થ્યમાં ખાસ સુધારો જોવા મળ્યો ન હતો. તેથી હોસ્પિટલના ડોક્ટર દ્વારા સૂરજ થાપરને મોટી જાણીતી હોસ્પિટલમાં સારવાર કરાવવા સલાહ અપાઇ હતી. ડોક્ટરની સલાહને અનુસરીને સૂરજ થાપરને હવે મુંબઇના બાંદરાની લીલાવતી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમના સ્વાસ્થમાં ખાસ સુધારો જોવા
મળ્યો નથી.