તમન્નાએ ‘રાગિણી-થ્રી’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દીધું

Thursday 30th July 2026 09:29 EDT
 
 

એકતા કપૂર દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મ ‘રાગિણી થ્રી’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી ફિલ્મની મુખ્ય હિરોઇન તમન્ના ભાટિયાએ સોશ્યલ મીડિયા પર શેર કરી છે. તમન્નાએ ફિલ્મના ક્લેપબોર્ડને હાથમાં પકડી ઇન્સ્ટા પર સ્ટોરી શેર કરી હતી. એક જમાનામાં એમએમએસ એટલે કે મલ્ટી મીડિયા મેસેજનું આગમન થયું ત્યારે એક વિદ્યાર્થિની સાથે બનેલી સત્ય ઘટના આધારે 2011માં બનાવવામાં આવેલી ફિલ્મ ‘રાગિણી એમએમએસ’માં રાજકુમાર રાવ હીરો હતો. એ પછી આ ફ્રેન્ચાઇઝીમાં બીજી બે ફિલ્મો અને એક સિરિઝ પણ આવી ચૂકી છે.
2011 બાદ ‘રાગિણી એમએમએસ ટુ’ 2014માં આવી હતી. જેમાં સની લિયોની હિરોઇન બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter