તારા સુતરિયા - આદર જૈન વર્ષ ૨૦૨૧માં પ્રભુતામાં પગલાં પાડશે

Monday 19th October 2020 09:53 EDT
 
 

કરીના-કરિશ્મા કપૂરનો કઝિન આદર જૈન અને અભિનેત્રી તારા સુતરિયા પોતાની લવલાઇફથી લાંબા સમયથી ચર્ચામાં છે. બંને વારંવાર જાહેરમાં સાથે પણ જોવા મળ્યા છે. આદરના મોટા ભાઇ અરમાન જૈનના લગ્નમાં પણ તારા પરિવારની વ્યક્તિની જેમ જ દેખાઈ હતી. તારા અને આદરે એક સાથે ડાન્સ પણ પર્ફોર્મ કર્યો હતો. બોલિવૂડમાં ચર્ચા છે કે, તારા સુતરિયા અને આદર જૈન ૨૦૨૧માં લગ્ન કરવાના છે. જો આમ થશે તો કપૂર પરિવારમાં બબ્બે લગ્નો નજીકમાં હોવાની શક્યતા જણાઈ રહી છે. તારા અને આદર તો લગ્ન માટે તૈયાર હોઈ શકે અને આલિયા ભટ્ટ - રણબીર કપૂરનાં પણ લગ્ન આવતા વર્ષે થઈ શકે છે.
આદર જૈને બોલિવૂડમાં ૨૦૧૭ની ફિલ્મ ‘કેદી બૈન્ડ’થી ડેબ્યુ કર્યું છે. જોકે તેની આ ફિલ્મ ફ્લોપ ગઇ હતી. હવે તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘હેલ્લો ચાર્લી’માં દેખાઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter