તારા સુતરિયા - વીર પહાડિયાએ કર્યો સંબંધનો સ્વીકાર

Saturday 06th September 2025 06:43 EDT
 
 

તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. બંને વચ્ચે રિલેશનશિપની વાતો લાંબા સમયથી ચર્ચાતી હતી. બંને અનેકવાર સાથે દેખાઈ ચૂક્યાં હતાં. જોકે અત્યાર સુધી પોતાના સંબંધ મુદ્દે ચૂપકિદી સેવનાર આ જુગલ જોડીએ હવે એકબીજા સાથેની રોમાન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ગણેશોત્સવ નિમિત્તે પોતાના ગેટઅપની કેટલીક તસવીરો તારાએ શેર કરી હતી. તેની સાથે તેણે પોતાની અને વીરની તસવીર પણ શેર કરી હતી. બાદમાં વીરે પણ તારા સાથેની તસવીર શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે તારા સુતરિયા અગાઉ કરીના, કરિશ્મા અને રણબીરના કઝીન આદર જૈન સાથે રિલેશનશિપમાં હતી. એક સમયે તારા અને આદર લગ્ન કરી લેશે તે લગભગ નક્કી મનાતું હતું. જોકે સમયના વહેવા સાથે આ સંબંધ તૂટ્યો અને હવે તારા અને વીર જીવનના નવા તબક્કે છે.
વીર પહાડિયા જ્હાનવીના બોયફ્રેન્ડ શિખરનો મોટાભાઈ છે. જ્હાનવીનો પરિવાર વીરને સ્વીકારી ચૂક્યો છે. આથી ભવિષ્યમાં તારા અને વીરનાં તથા જ્હાનવી તથા શિખરનાં લગ્ન થશે તો તારા જ્હાન્વીની જેઠાણી બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter