તુનિશા આત્મહત્યા કેસઃ શીજાન શંકાના ઘેરામાં

Wednesday 04th January 2023 06:52 EST
 
 

બોલિવૂડ અભિનેત્રી તુનિશા શર્મા આત્મહત્યા કેસમાં મુંબઇની વસઇ કોર્ટે આરોપી સાથી અભિનેતા શીજાન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. 31 ડિસેમ્બરે પોલીસ કસ્ટડીની મુદત પુરી થતાં શીજાનને કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે શીજાન પોતાના ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ જણાવતો નથી. પોલીસ ગૂગલ એકાઉન્ટમાં તસવીરો, દસ્તાવેજો, અન્ય મેલ-આઇડી વગેરેની તપાસ કરવા માંગે છે. શીજાનનું કહેવું છે કે તેને પાસવર્ડ યાદ નથી. શીજાનના વકીલે દલીલ કરી હતી કે શીજાનનો ફોન પોલીસ પાસે જ છે. તેથી શીજાનને ન્યાયિક કસ્ટડીમાં સોંપવાની જરૂર નથી. જોકે કોર્ટે દલીલ ફગાવી દીધી હતી.
બન્ને વચ્ચે ઝગડો થયો હતો
તુનિશાએ આત્મહત્યા કરી તે પહેલાં તેની અને શીજાન વચ્ચે ઝગડો થયો હતો. પોલીસને હાથ બંને વચ્ચે ટપાટપી થયાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. તુનિશાનું મૃત્યુ થયું તે પહેલાંના તે ફૂટેજ છે. આ દરમિયાન કેસની તપાસ કરતી મહારાષ્ટ્ર પોલીસે દાવો કર્યો છે કે તુનિશા કેસના આરોપી અને અભિનેતા શીજાન ખાને પોલીસ અટકાયત દરમિયાન પોતાની બીજી પ્રેમિકા સાથેની વોટ્સએપ ચેટ ડિલીટ કરી નાખી છે. પોલીસે જણાવ્યું હતું કે શીજાન તુનિશા ઉપરાંત અન્ય યુવતી સાથે પણ પ્રેમમાં હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter