દક્ષિણમાં ઉર્વશીનો સિતારો ચમક્યો

Saturday 17th April 2021 06:51 EDT
 
 

ઉર્વશી રોતૈલા છેલ્લા થોડા સમયથી એક યા બીજા કારણસર બહુ ચર્ચામાં છે. થોડા દિવસ પૂર્વે તે પોતાના મૂલ્યવાન વસ્ત્ર પરિધાનના કારણે ચર્ચામાં હતી તો હવે તે પોતાની તગડી ફીના કારણે સમાચારમાં ચમકી છે. ઉર્વશી બોલીવૂડની ફિલ્મોમાં ઝાઝી જોવા મળતી નથી પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે ચમકતી રહે છે. બોલીવૂડની ફિલ્મો સાઇન કરવામાં ખોટા નિર્ણય લીધા હોવાથી તે હિન્દી ફિલ્મઉદ્યોગમાં તો પોતાનો પગદંડો જમાવી શકી નથી, પરંતુ હવે આ અભિનેત્રી નજીકના ભવિષ્યમાં બોલીવૂડના માંધાતાઓની ફેવરિટ બની જાય તો નવાઇ નહીં. તાજેતરમાં ઉર્વશીને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તક મળી છે. તેણે એક તમિલ ફિલ્મ સાઇન કરી છે, જેના માટે તેણે દસ કરોડ રૂપિયાની તગડી ફી લીધી છે. ઉર્વશીએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તે આ ફિલ્મમાં એક માઇક્રોબાયોલોજિસ્ટના રોલમાં જોવા મળવાની છે. ઉર્વશી આ ઉપરાંત એક તેલુગુ ફિલ્મ પણ કરવાની છે. ઉર્વશી દક્ષિણ ભારતની ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવવાના પ્રયાસ કરી રહી છે. આ પછી તેનું ભાગ્ય ફરી તેને બોલિવૂડમાં લઇ આવે તેવી તેના પ્રશંસકોને આશા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter