દરેક હેન્ડલૂમ સિલ્ક સાડી સાથે વણાયેલી છે એક વાર્તાઃ વિદ્યા બાલન

Saturday 15th August 2026 08:04 EDT
 
 

વિદ્યા બાલને આઠમી ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ભારતીય હસ્તકળાની પરંપરા અને વસમૃદ્ધ કારીગરોની અદભૂત કળાને સલામ કરી છે. સાડીઓ પ્રત્યેના પોતાનાં પ્રેમ અને ભારતીય હેન્ડલૂમને સતત પ્રોત્સાહન આપવા માટે જાણીતી વિદ્યા બાલને સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરીને દેશના હસ્તકારીગરોના યોગદાનને બિરદાવ્યું છે. વિદ્યાએ શેર કરેલા વીડિયોમાં હેન્ડલૂમ સિલ્ક સાડીઓની સુંદરતા અને તેમની વિશિષ્ટતા પર પ્રકાશ પાડ્યો હતો. તેણે જણાવ્યું કે દરેક હેન્ડલૂમ સાડીમાં કારીગરોની કલાત્મક કુશળતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાની છાપ જોવા મળે છે. તેણે પોસ્ટમાં લખ્યું હતું, ‘દરેક હેન્ડલૂમ સિલ્ક સાડી એવી વાર્તા કહે છે, જે કોઈ મશીન ક્યારેય રજૂ કરી શકતું નથી. આ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે ચાલો, એવા અદ્ભુત કારીગરોને સલામ કરીએ, જેમના હાથ ભારતીય વણાટની શાશ્વત પરંપરાને જીવંત રાખે છે અને જ્યારે પણ શુદ્ધ સિલ્ક ખરીદો, ત્યારે તેની અસલિયત માટે હંમેશા ‘સિલ્ક માર્ક’નું લેબલ જરૂર તપાસો.’
વીડિયોમાં વિદ્યા બાલને કહ્યું, ‘હેન્ડલૂમ સિલ્ક સાડીમાં મને સૌથી વધુ ગમતી વાત એ છે કે તેની દરેક ડિઝાઈન, દરેક મોટિફ અને દરેક નાની-મોટી વિગતોમાં કારીગરોની કલાત્મક કુશળતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાની ઓળખ જોવા મળે છે. આ જ કારણ છે કે દરેક હેન્ડલૂમ સિલ્ક સાડી ખરેખર એકમાત્ર અને અનોખી હોય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter