દિમાગની બત્તી ગુલ કરીને જોવાની ફિલ્મ ‘હાઉસફુલ થ્રી’

Tuesday 07th June 2016 07:22 EDT
 
 

‘હાઉસફુલ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ પણ પહેલાંની બંને ‘હાઉસફુલ’ની જેમ જ દિમાગને બાજુએ મૂકીને જોવાની ફિલ્મ છે. ‘હાઉસફુલ’ સિરીઝની ફિલ્મોની ખાસિયત એ હોય છે કે અગાઉ આવેલી ફિલ્મની સ્ટોરી સાથે બીજી ફિલ્મની સ્ટોરીને કોઈ લેવાદેવા હોતો નથી, છતાં એમાં પહેલાં આવેલી ફિલ્મના કેટલાક દૃશ્યો કે વાતોને નવી ફિલ્મમાં પણ આવરી લેવાય છે. ‘હાઉસફુલ થ્રી’માં પણ ઘણા દૃશ્યો એવા દેખાશે. આ ફિલ્મમાં સારાં અને નરસાં એમ બંને પાસાં છે, પણ ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવી શકે છે એમાં બેમત નથી.

વાર્તા રે વાર્તા

‘હાઉસફુલ થ્રી’ની વાર્તાનું કેન્દ્ર પણ ફરી લંડન છે. લંડનમાં વસતા બિલિયોનેર બટુક પટેલ તેની ત્રણે પુત્રીઓ ગંગા (જેક્વેલિન ફર્નાન્ડિસ), જમના (લીસા), સરસ્વતી (નરગીસ ફકરી)ના લગ્ન ન કરવા અડગ છે. બીજી તરફ સેન્ડી (અક્ષયકુમાર), બન્ટી ( અભિષેક બચ્ચન) અને ટેડી (રિતેશ દેશમુખ) બટુક પટેલની સંપત્તિથી લહેર કરવા માગે છે તેથી બટુકની દીકરીઓ સાથે લગ્ન કરવા માગે છે.

બટુકને પટાવવા માટે સેન્ડી, બન્ટી અને ટેડી નીતનવા ગતકડાં કરે છે. આ ગતકડાંના કારણે ભારે રમૂજ ઊભી થાય છે.

અક્કીની એક્ટિંગ વાહવાહ

‘હાઉસફુલ’ સિરીઝની ફિલ્મોમાં હંમેશાં અક્ષયકુમાર એક્કો સાબિત થાય છે. આ ફિલ્મમાં પણ તેની એક્ટિંગ દમદાર છે. રિતેશ અને અભિષેકની એક્ટિંગ પણ વખણાઈ છે. આ ઉપરાંત બોમન ઈરાની, જેકી શ્રોફ અને ચન્કી પાંડે પણ દર્શકોને હસાવવામાં સફળ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter