દિલીપ કુમારના બીજા ભાઈનું પણ કોરોનાથી અવસાન

Thursday 10th September 2020 08:12 EDT
 
 

પીઢ અભિનેતા દિલીપ કુમારના બીજા ભાઇ અસલમ ખાનનું પણ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં કોવિડ-૧૯ના કારણે નિધન થયું છે. થોડાક દિવસો પહેલા તેમના નાના ભાઇ અહેસાન ખાન પણ કોરોનાગ્રસ્ત હોવાથી અવસાન પામ્યા હતા. દિલીપ કુમારના બન્ને ભાઇઓ અસલમ અને અહેસાન ખાનને કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઘટી જવાથી બન્નેને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બન્ને ભાઇઓ નોન-ઇન્ટેન્સિવ વેન્ટિલેટર પર હતા. ૯૦ વર્ષીય અહેસાન ખાને ત્રીજી સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને બ્લડ પ્રેશરની પણ બીમારી હતી અને ૧૧ દિવસથી તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter