દિશા પટની પણ અબ ચલી હોલિવૂડ

Sunday 08th June 2025 05:31 EDT
 
 

ફિટનેસ અને પોતાના બોલ્ડ લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી દિશા પટની હવે હોલિવૂડમાં પોતાની હોટ અદાઓનો જલવો બતાવવા જઈ રહી છે. દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓની જેમ દિશા પટનીએ પણ હોલિવૂડ તરફ ડગ માંડ્યા છે. એક ઓસ્કાર વિજેતા દિગ્દર્શનની આગામી ફિલ્મથી દિશા હોલિવૂડમાં ડેબ્યૂ કરવા તૈયાર છે.  દિશા પટની સુપર નેચરલ એક્શન થ્રિલર ફિલ્મ ‘હોલી ગાર્ડ્સ’થી હોલિવૂડમાં પગરણ કરશે. ફિલ્મનું નિર્દેશન ઓસ્કાર વિજેતા દિગ્દર્શક કેવિન સ્પેસી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મના માધ્યમથી કેવિન 20 વર્ષ પછી હોલિવૂડમાં વાપસી કરી રહ્યા છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મેક્સિકોમાં થયું છે. ફિલ્મમાં ડોલ્ફ લુંડગ્રેન, ટાયરેસ ગિબ્સન અને બ્રાયના હિલ્ડેબ્રાન્ડ જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર, ‘હોલી ગાર્ડ્સ’ ફિલ્મમાં જબરજસ્ત એક્શન જોવા મળશે. આ એક્શન થ્રિલર ફિલ્મ પ્રોડક્શન શરૂ થયું તે પહેલેથી ચર્ચામાં છે. દર્શકો પણ ફિલ્મની પ્રતીક્ષા કરી રહ્યા છે. ફિલ્મના સેટ પરથી લેવાયેલી દિશાની એક તસવીર પણ વાઈરલ થઈ છે. અલબત્ત, ‘હોલી ગાર્ડ્સ’ દિશા પટનીની પ્રથમ હોલિવૂડ ફિલ્મ જરૂર છે, પરંતુ આ ફિલ્મ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ નથી. આ પહેલાં દિશા પટની જેકી ચાનની ફિલ્મ ‘કુંગ ફૂં યોગા’માં નજરે પડી ચૂકી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter