દીપક દવેની આખરી એક્ઝિટ

Saturday 11th July 2020 06:37 EDT
 
 

એક્ટર અને થિયેટર પર્સનાલિટી દીપક દવેનું હૃદયરોગના હુમલાથી ન્યૂ યોર્કમાં નિધન થયું છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે આ ન્યુઝને ટ્વિટર પર શેર કરતા લખ્યું હતું કે  ‘ફ્રેન્ડ અને ગ્રેટ થિયેટર આર્ટિસ્ટ દીપક દવેના ઓચિંતા નિધનથી ખૂબ જ આઘાત લાગ્યો છે. તેઓ ત્યાં ભારતીય વિદ્યા ભવન ચલાવતા હતા. તેઓ કલ્ચર્ડ, નમ્ર અને અત્યંત મદદગાર હતા. તેઓ હવે રહ્યા નથી એ વાત પર વિશ્વાસ જ થતો નથી. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ’ પ્રખ્યાત ગુજરાતી કવિ હરિન્દ્ર દવેના પુત્ર દીપર દવેએ ન્યૂ યોર્ક સ્થિત ભારતીય વિદ્યા ભવનની ઓફિસમાં અંતિમ શ્વાસ લીધા હતા. દીપક દવેએ ૧૯૯૮માં તેમની ગુજરાતી ફિલ્મ ‘નાનો દિયરિયો લાડકો’થી ખ્યાતિ મેળવી હતી અને તેમણે અનેક ગુજરાતી ફિલ્મ્સ કરી હતી. તો તેમણે અનેક નાટકો અને ટીવી શો પણ કર્યા હતા. તેઓ અમેરિકામાં ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter