દીપિકા દ્રૌપદીનો રોલ કરશે

Friday 22nd October 2021 15:37 EDT
 
 

કોરોનાના પગલે આખી દુનિયાને ભલે મંદી નડી ગઇ હોય, પરંતુ દીપિકા પદુકોણના હાથમાં હાલ ઘણા પ્રોજેક્ટ છે. હાલમાં જ તેણે શકુન બત્રાની ફિલ્મ પૂરી કરી છે. હજુ તો તેણે શાહરુખ ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે ત્યાં જ તેની એક નવી ફિલ્મ ચર્ચામાં છે. લેખિકા અનુજા ચંદ્રમૌલીએ સ્પષ્ટતા કરી છે કે રાની જિંદાનના પુસ્તક આધારિત ફિલ્મમાં દીપિકા દ્રૌપદીનો રોલ નિભાવવાની છે. આ ફિલ્મ પુસ્તક ‘ધ લાસ્ટ ક્વીન’ પર આધારિત છે અને નિર્માતા હાલ આ ફિલ્મ માટે હીરો શોધી રહ્યા છે.
લેખિકા અનુજાએ જણાવ્યું હતું કે, આ પુસ્તકના હક્ક વેચાઈ ગયાની વાતથી હું ઘણી ખુશ છું... દીપિકા પદુકોણના કામથી હું બહુ પ્રભાવિત થઈ છું. તેણે બોલીવૂડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર મોટું ક્લેક્શન કરતી હોય છે. જોકે આ ફિલ્મ વિશેની અન્ય માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter