દીપિકા પદુકોણ પ્રભાસ સાથેની ફિલ્મ માટે રૂ. ૨૦ કરોડ ફી લે તેવી ચર્ચા

Sunday 02nd August 2020 08:39 EDT
 
 

દીપિકા પદુકોણ હિંદી સિનેમાની ટોચની અભિનેત્રી ગણાય છે. તે પોતાના દરેક પ્રોજેક્ટ સાથે પોતાના મહેનતાણામાં વધારો કરતી જોવા મળી છે. હવે તેણે પ્રભાસ સાથેની ફિલ્મમાં રૂ. ૨૦ કરોડ મહેનતાણું લેવાની છે તેવી વાત છે. દીપિકા અને પ્રભાસ સાથે કામ કરવાના છે તેવી જાહેરાત નિર્માતાએ હજી થોડા દિવસ પહેલાં જ કરી છે. છેલ્લા પાંચ વરસમાં દીપિકાએ ‘પીકુ’, ‘તમાશા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘ટ્રિપલ એક્સ-ઝેન્ડર કેસ’, ‘પદમાવત’ અને ‘છપાક’ જેવી ફિલ્મો કરીને બોલિવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. એક વાત એવી પણ છે કે, પ્રભાસ આ ફિલ્મ માટે રૂ. ૫૦ કરોડ લેવાનો છે તેથી જ દીપિકાએ પોતાનું મહેનતાણું વધારી દીધું છે.
દીપિકાની પીઆર ટીમ એવું કહેવાના પ્રયાસ કરી રહી છે કે અભિનેત્રીને શરૂઆતમાં આ ફિલ્મમાં કામ કરવું જ નહોતું. તેને પોતાનું પાત્ર જરા વામણું લાગતું હતું, પરંતુ નિર્માતાને પટકથા અનુસાર દીપિકા જ યોગ્ય લાગતી હોવાથી તે તેને જ લેવા માંગતો હતો. પરિણામે દીપિકાએ મનમરજી પ્રમાણે ફી માગી છતાં નિર્માતા તે ચૂકવવા રાજી થઇ ગયા છે. હવે દીપિકાએ ફી વધારી હોવાથી ફિલ્મની પટકથામાં વધુ ફેરફાર કરાયાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન અશ્વિની નાગ કરવાના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter