દીપિકા પદુકોણને ૨૬મો એન્યુઅલ ક્રિસ્ટલ એવોર્ડ એનાયત

Tuesday 24th December 2019 05:51 EST
 
 

મુંબઈ: મેન્ટલ હેલ્થ અવેરનેયસ (માનસિક સ્વાસ્થ્ય જાગરૂકતા) માટે દીપિકા પદુકોણને ૨૬મા  ક્રિસ્ટલ એવોર્ડથી તાજેતરમાં સમ્માનિત કરાઈ છે. દાવોસ ૨૦૨૦ની વિજેતાઓની યાદીમાં  શામિલ  થનાર દીપિકા એકમાત્ર ભારતીય અભિનેત્રી હતી.  દીપિકાએ જણાવ્યુ હતું કે, ‘આ બીમારીથી ૩૦ કરોડથી પણ વધુ લોકો પીડિત છે. ડિપ્રેશન આજે ખરાબ સ્વાસ્થય અને દુનિયામાં માનસિક વિકલાંગતાનું એક કારણ છે. વૈશ્વિક રૂપે તે ઘણી બીમારીઓનું મુખ્ય કારણ પણ છે. તેણે વધુમાં કહ્યુ કે, સ્પષ્ટ છે કે પહેલાં કરતા પણ વધુ આક્રમક રીતે આપણે આ અદૃશ્ય બીમારી વિશે જાણવાની જરૂર છે. આ બીમારી એક સામાજિક બોજ છે. હું  આ  એવોર્ડ  મેળવીને સ્વયંને સન્માનિત અનુભવી રહ્યું છે. તાણ, ચિંતા, ડિપ્રેશનથી પીડાઇ રહેલા દુનિયાના લાખો લોકોને હું આ એવોર્ડ સમર્પિત કરું છું.




to the free, weekly Gujarat Samachar email newsletter