દીપિકા ફરી માતા બનશે

Saturday 25th April 2026 08:43 EDT
 
 

દીપિકા પાદુકોણ 40 વર્ષની વયે બીજીવાર માતા બનવાની છે. દીપિકા તથા રણવીરે રવિવારે જાહેર કર્યું હતું કે તેઓ બીજીવાર માતાપિતા બનવાનાં છે. દીપિકાએ દુઆના ફોટા સાથે પોઝિટિવ રિઝલ્ટ દર્શાવતી પ્રેગનન્સી ટેસ્ટ કિટનો ફોટો મૂકીને આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દુઆ અત્યારે દોઢ વર્ષની થઈ છે.
બોલિવૂડ વર્તુળોમાં છેલ્લા કેટલાય સમયથી દીપિકા અને રણવીરનાં લગ્નજીવનમાં વિખવાદ ચાલી રહ્યો હોવાની વાતો ઉડતી હતી. રણવીરની તાજેતરની ફિલ્મ ‘ધુરંધર’ સુપરડુપર હિટ થવા છતાં દીપિકાએ તે વિશે એક શબ્દ પણ નહિ ઉચ્ચારતાં આ અફવાઓને વધુ વેગ મળ્યો હતો. જોકે આવી બધી વાતો વચ્ચે દીપિકા અને રણવીરે તેઓ બીજીવાર માતાપિતા બની રહ્યાં હોવાની જાહેરાત કરતાં ચાહકોએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું છે.
દરમિયાન બોલિવુડ વર્તુળોના જણાવ્યા અનુસાર દીપિકા હાલ તુરંત તો બ્રેક લેવાની નથી. તે શાહરુખ સાથેની ફિલ્મ ‘કિંગ’ તથા અલ્લુ અર્જુન સાથેની ‘રાકા’માં પોતાનાં નિર્ધારિત શિડ્યુલ પ્રમાણે શૂટિંગ ચાલુ રાખવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter