દીપિકા બનશે સીતા અને દ્રૌપદી

Monday 12th July 2021 05:19 EDT
 
 

દીવાળી પર્વે ભારતીય સિનેમાની અધધધ બજેટ ધરાવતી ફિલ્મ ‘રામાયણ’ની ઘોષણા કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. નિર્માતા મધુ મન્ટેનાએ આ વાત કન્ફર્મ કરી છે. ફિલ્મમાં સીતાનું પાત્ર દીપિકા પદુકોણ ભજવવાની છે. બીજી બાજુ આ જ મધુ મન્ટેના દીપિકા પદુકોણ સાથે ‘દ્રૌપદી’ બનાવવાનું ૨૦૧૯માં જ એલાન કરી ચૂક્યા છે. મન્ટેનાએ જણાવ્યું હતું કે, હું અને દીપિકા આ ફિલ્મો પર સતત કામ કરી રહ્યા છે. દીપિકા પહેલા સીતાનું પાત્ર ભજવશે અને પછી દ્રૌપદીના પાત્રમાં જોવા મળશે. ‘રામાયણ’માં હૃતિક રોશન, દીપિકા પદુકોણ અને મહેશ બાબુ મુખ્ય રોલમાં ચમકશે. જેમાં હૃતિક રાવણ અને મહેશ બાબુ રામના પાત્રમાં જોવા મળવાના છે.
રસપ્રદ વાત એ છે કે, મહાભારત પર આધારિત ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના સાથે દીપિકા પદુકોણ પણ કરવાની છે. દીપિકા દ્રોપદીનો મુખ્ય રોલ નિભાવશે, અને આ ફિલ્મ દ્રોપદીના પાત્રને ધ્યાનમાં રાખીને જ બનાવામાં આવશે. મધુ મન્ટેના આ બન્ને પ્રોજેક્ટ ‘રામાયણ’ અને ‘મહાભારત’નું બજેટ ૬૦૦-૬૦૦ કરોડ રૂપિયા છે. આમ દીપિકા પર ફક્ત બે જ ફિલ્મો થકી બહુ મોટા દાવ લાગી રહ્યો છે. દીપિકા બોલિવૂડની પહેલી અભિનેત્રી હશે જે સીતા અને દ્રોપદી જેવા બે ઐતિહાસિક અને પૌરાણિક પાત્ર નિભાવશે. દીપિકાએ પોતાની કારકિર્દીના ૧૨ વરસ પુરા કરી નાખ્યા છે. સંજય લીલા ભણશાલીએ તેની કારકિર્દીને નવો વળાંક આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter