દીપિકા-શાહરુખઃ હમ સાથ સાથ હૈ...

Saturday 05th December 2020 06:30 EST
 
 

બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને ૧૮ નવેમ્બરથી ‘પઠાણ’નું શૂટિંગ શરૂ કર્યું હતું, અને હવે દીપિકા પાદુકોણ પણ જોડાઇ છે. ફિલ્મનું શૂટિંગ યશરાજ સ્ટુડિયોમાં ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ શેડ્યૂલ ૪૦થી ૫૦ દિવસોનું રખાયું છે. દીપિકા ફિલ્મમાં વિન ડિઝલવાળી ફિલ્મની જેમ એક્શન કરતી જોવા મળશે. ‘પઠાણ’ સાથે ફિલ્મી પરદે ચોથી વાર તેની જોડા જોવા મળશે. આ પહેલા સ્ટાર જોડી ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઇ એક્સપ્રેસ’ અને ‘હેપ્પી ન્યૂ યર’માં કામ કરી ચૂક્યા છે.
ટ્રેડ પંડિતોનું કહેવું છે કે ઓનસ્ક્રિન જોડી તરીકે શાહરુખ-દીપિકાનો સકસેસ રેટ ૧૦૦ ટકા રહ્યો છે. તેની અગાઉની ત્રણેય ફિલ્મ હિટ રહી છે, અને ‘પઠાણ’માં ઇતિહાસનું પુનરાવર્તન થશે તેમાં બેમત નથી કેમ કે ફિલ્મની રૂપરેખા જ એ રીતે તૈયાર કરાઇ છે. માત્ર દીપિકા જ નહીં, ‘કિંગ ખાન’ પણ ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળશે. જ્હોન અબ્રાહમ એન્ટી હીરો તરીકે શાહરુખ સામે ટકરાઇ રહ્યો છે. દીપિકા સાથે અજમાવાયેલી જોડી રિપીટ થઇ રહી છે. શાહરુખની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરાવી નહોતી, પણ આ ફિલ્મને દર્શકો અવશ્ય પસંદ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter