દીપિકા ‘રાકા’નું શૂટિંગ પૂર્ણ કરી મેટર્નિટી લીવ પર

Monday 31st August 2026 05:28 EDT
 
 

બોલિવૂડમાં મોખરાનું સ્થાન ધરાવતી દીપિકા પાદુકોણ હાલ આગામી ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ મુંબઇમાં કરી રહી છે. એટલી નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પોતાના હિસ્સાનું શૂટિંગ પુરું કરીને સપ્ટેમ્બરથી મેટર્નિટી લીવ પર જવાની છે. દીપિકા આ પૂર્વે તેના હિસ્સાનું શૂટિંગ પુરું કરી લેવા માગે છે. ઉલ્લેખનીય છે કે દીપિકા-રણવીરે તેઓ બીજાં સંતાનના માતાપિતા બનવાનાં હોવાની ગયા એપ્રિલમાં જાહેરાત કરી હતી. દીપિકાની પહેલી દીકરી દુવાને સપ્ટેમ્બરમાં બે વર્ષ પૂર્ણ થવાનાં છે. ‘રાકા’ના પ્રથમ ભાગનું આ ફાઇનલ શિડયુલ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. ‘રાકા’નું શૂટિંગ પૂરું થયા બાદ પોસ્ટ પ્રોડક્શન શરૂ થઇ જશે. લગભગ રૂ. 1000 કરોડના તોતિંગ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ દીપિકાની કેરિયર માટે મહત્ત્વની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter